પાંડેસરાની સંતશ્રી રઘુવરદાસ ઇંગ્લીશ સ્કૂલની માન્યતા રદ્દના હુકમને હાઈકોર્ટે સ્થગિત કર્યો
highcourt stay
જૈનશિલ્પ સમાચાર, સુરત
શ્રી સદગુરુ કબીર સેવા સંસ્થા સંચાલિત સંતશ્રી રઘુવરદાસ વિદ્યાલય પાંડેસરા ખાતે ગોવાલક બમરોલી રોડ પર છેલ્લા 31 વર્ષથી કાર્યરત છે. આ સ્કૂલ સુરત શહેર જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગર દ્વારા બંધ કરવા નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય સામે સ્કૂલના સંચાલક અને લીગલ ટીમ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સામે પડકાર કર્યો હતો. જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.થી. માઈએ તારીખ 12મી ઓક્ટોબર, 2026ના હુકમથી શાળા અને વર્ગો બંધ કરવાનો જિલ્લા શિક્ષણાધિકારી સુરત અને પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગરના હુકમને સ્થગિત કરતો મનાઈ હુકમ કરી દીધો છે. આ સંદર્ભે શ્રી સદગુરુ કબીર સેવા સંસ્થા સંચાલિત સંત શ્રી રઘુવરદાસ વિદ્યાલયના સંચાલક અને તેમની ટીમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અગાઉ આ સ્કૂલ બંધ થઈ ગઈ છે અને શૈક્ષણિક કાર્ય પણ બંધ કરી દેવાયું જે અંગેની મિડિયા અને અખબારોમાં અફવા ફેલાઈ હતી જેને ધ્યાનમાં નહીં લેવા અને હાલ સ્કૂલ રાબેતા મુજબ ચાલુ જ છે, તેવી જાહેરાત એક પત્રકાર પરિષદનું આયોજન કરીને કરી છે.


