નવસારીમાં ઇદે-મિલાદનું પરંપરાગત જૂલુસ નીકળશે
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, નવસારી
ઇબ્રાહિમ સૈયદ દ્વારા
નવસારીમાં ઇદેમિલાદનો તહેવાર મુસ્લિમ બિરાદરોમાં ભારે મહાત્મ્યભર્યો તહેવાર છે. ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ સલ્લલ્લાહ અલયહિ વસલ્લમના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વિશ્વ સહિત સમગ્ર ભારતમાં વિવિધ શહેરોમાં મોટા ભાગે ધજા, પતાકા તેમજ લાઈટ ડેકોરેશનના શણગાર સાથે નાના-મોટા જુલૂસ કાઢી પયગંબર સાહેબે આપેલો શાંતિ, ભાઈચારાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
આ પરંપરાને વિવિધ શહેરો સાથે નવસારીમાં પણ જાળવી રાખવામાં આવી છે. તા. 9મી ઓક્ટોબરના રવિવારના રોજ પયગંબર હજરત મોહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે 9 કલાકે દરગાહ રોડ પર આવેલી સૈયદનૂર સતગૌર સૈયદ સાદાત (ર.ત.)ની દરગાહથી પ્રસ્થાન થઈ રંગુનનગર ખાતે આવેલી દારૂલ ઉલૂમ અનવારે રઝા ખાતે પહોંચશે. જ્યારે બીજું જુલૂસ નવસારી સ્ટેશન મસ્જિદથી પ્રસ્થાન થઈ રાયચંદ રોડ ખાતે આવેલા સૈયદ સુલતાન તબરૂકશા બાબા (ર.ત.)ની દરગાહ પર પહોંચશે. તે દરમિયાન એકતાનો સંદેશ, દેશમાં અમનો અમાન, ભાઈચારાનો સંદેશો પહોંચાડશે અને સલાતો સલામ તેમજ વિવિધ કાર્યક્રમો બાદ સમાપન થશે.