66મો ધમ્મચક્ર પ્રવર્તન મહોત્સવના ભાગરુપે કરુણાશાતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે ધમ્મ વંદના, ખીરદાન કાર્યક્રમ યોજાયો
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, સુરત
ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ ઉત્રાણ, અમરોલી, કોસાડ આવાસ વરીયાવ વિભાગ સુરત શહેર, સમતા મહિલા મંડળ દ્વારા કરૂણાશાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે 66મો ધમ્મચક પ્રવર્તન મહોત્સવની ઉજવણી નિમિતે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના કાર્યકરી અધ્યક્ષ આપ્પાસાહેબ આર. કે. સોનવણેના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાન ઉત્રાણ ગામ માજી સરપંચ આપ્પાસાહેબ કાશીનાથ સીરસાઠ, નાગમલ પ્રભાકર, બોધ્ધ સમાજ યુવા અગ્રણી દિલીપ કે. સીરસાઠની ઉપસ્થિતિમાં ધમ્મ વંદના, ખીરદાન કાર્યક્રમ, સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
14મી ઓકટોબર 1956ના દિવસે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરે નાગપુર દીક્ષાભુમી ખાતે લાખો અનુયાયીઓ સાથે બુદ્ધ ધમ્મ દીક્ષા ગ્રહણ કરી, માનવતાવાદી, સમાનતા, કરુણા મૈત્રી, ભાઈચારો, બધુત્વનો સંદેશ પાઠવી પ્રરીત કર્યા હતા. ઉપસ્થિત તમામ ઉપાસક, ઉપાસીકાઓ તથાગત બુદ્ધ, ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણીઓ સંજય પવાર, શરદ સામુદ્રે, ધનસુખ પવાર, દિનેશ ગૌતમ સંદીપ સીરસાઠ, અશોક મહિરાગીર, રવિન્દ્ર સોનવણે, સમતા મહિલા મંડળ પ્રમુખ શીતલ આર. સોનવણે માજી અધ્યક્ષ આશાબેન પવાર, મહામંત્રી સંગીતા સીરસાઠ, અલ્કાબેન જગદેવ, વિલેજ સોનલે અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી બુદ્ધ ધમ્મ કી કયા પહચાન માનવ માનવ એક સમાન, નારા ગુંજયા હતા. અશોક વિજયા દશમીએ નાગપુર દીક્ષાભુમી ગયેલા ઉપાસક, ઉપાસીકાઓનું પુષ્પગુચ્છથી સન્માનિત કરાયા હતા.