ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થિની અનોખી સિદ્ધિ, માત્ર ૨૪ સેકન્ડ માં એ ટુ ઝેડ કાર કંપની ના નામો યાદ કરીને સડસડાટ બોલી ગયો
siddhi

જૈનશિલ્પ સમાચાર, સુરત
સુરત: સુરતની ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અનોખી સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવ્યા પછી સ્કૂલ પરિવાર અને બાળકના પેરેંટ્સ પણ ખૂબ ખુશ જણાઈ રહ્યા છે. બીજી તરફ આવી અનોખી સિદ્ધિ મેળવીને આ વિદ્યાર્થીને સુરતનું પણ નામ રોશન કર્યું છે.
સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એવા કવિશ પરેશભાઈ વાગડીયા એ પોતાની યાદશક્તિ નો જાદુ બતાવ્યો છે. જેમાં તેણે સૌથી ઝડપી રીતે એ ટુ ઝેડ કાર કંપનીઓના નામ બોલીને રેકોર્ડ બનાવ્યો છે એ પણ ફક્ત ૨૪ સેકન્ડ માં . આ અનોખી સિદ્ધિ એને ફક્ત ૧૦ વર્ષ ની ઉમર માં બનાવી લીધી છે. ૨૬ એપ્રિલ ના રોજ તેને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેનો આ સિદ્ધિ બદલનો વિડિયો હાલ સોશિયલ મીડીયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેને પોતાની મેમરી, સ્પીડ અને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા આ સિદ્ધિ મેળવી છે. ૨૬ એપ્રિલ ના રોજ ઈનફ્લુએન્સર બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ તેને સ્થાન મળ્યું છે. જે બદલ સ્કૂલ પરિવાર દ્વારા તેને અભિનંદન આપવામાં આવ્યા છે.