બાળકોને સાચો રસ્તો બતાવનારી, સાચુ માર્ગદર્શન અને પ્રેરણાદાયી ફિલ્મ સાબિત થશે તમારો સાથ ફિલ્મ
tamaro saath film
જૈનશિલ્પ સમાચાર, સુરત
તમારો સાથ મુવી જનજાગૃતિ લાવનારી સાબિત થનારી મુવી તરીકે દેશભરમાં ઊભરવા જઈ રહી છે. આ ફિલ્મનું મૂહુર્ત સોમવાર, તારીખ 14મી નવેમ્બર, 2026ના રોજ સવારે 9.30થી 1.30 વાગ્યા દરમિયાન સેવણી ગામમાં 10, યુનિવર્સલ વિલા વિભાગ-3માં રાખવામાં આવ્યું હતું. મૂહુર્ત દરમિયાન મુંબઈ, સુરત, અમદાવાદ સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં કલાકારોની સાથે સાથે ફિલ્મપ્રેમીઓએ આ મૂહુર્તમાં હાજરી આપી હતી. સેમ પટેલ સ્ટુડિયો અને જય દાદા ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનનારી આ ગુજરાતી ફિલ્મ હકીકતમાં આજની સ્થિતિને જાણીને લખવામાં આવેલી સ્ટોરી છે. જેમાં આજનું વાતાવરણમાં પરિવાર અને સમાજમાં બનનારી ઘટનાઓનું વર્ણન ગહન રીતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ ફિલ્મનું મકસદ યુવાધનને ખોટા રવાડે ચઢવાની જગ્યાએ સાચા માર્ગે લઈ જવાનું છે. આ ફિલ્મના માધ્યમથી લોકોમાં જનજાગરૂકતા અને યુવાઓને સાચો માર્ગ મળશે. આ ફિલ્મ યુવાઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે. ફિલ્મ તમારો સાથના પ્રોડ્યુસર સેમ પટેલ જે એક એનઆરઆઈ છે તથા અમેરિકામાં તેમની મ્યુઝિક ચેનલ પણ છે. પ્રોડ્યુસર અને ડારેક્ટર પ્રફુલ વાઢેર જે આ ફિલ્મના નિર્માતા છે તથા આ મુવીના સંવાદ અને એસોસિયેટ ડાયરેક્ટર રાજકુમાર સોની જે વડોદરાના છે. આ મુવીમાં સંગીત કલ્યાન વર્ધનજીએ આપ્યું છે જે મુંબઈથી છે તથા સ્ટોરી સ્ક્રીન પ્લે સંજય શ્રીવાસ્તવજીએ આપ્યું છે. સોંગ રાજેશ પટેલ, ડી.ઓ.પી. પ્રદ્યુમન રાવલ, નરેશ ભાલિયા અને હાર્દિક વણકર વગેરે લોકોએ પોતે તનતોડ મહેનત કરીને આ ફિલ્મમાં જી જાન લગાવીને ભૂમિકાઓ અદા કરી છે.
આ સાથે 40થી વધારે કલાકારોની સાથે ટેકનિકલ ટીમ 25થી 30 દિવસના શુટિંગ કરવાના છે. શુટિંગ ખાસ કરીને ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ થવાનું છે. આ ફિલ્મના મુહૂર્તમાં હેમંત સુરતી, પ્રકાશ પાટીલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાના સેવણી ગામમાં ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ગુજરાતી ફિલ્મ તમારો સાથના શુભ મુહુર્ત સંપન્ન આજ રોજ થયું હતું. આ ફિલ્મ સમાજ સુધાર પ્રેરિત રહેશે. આ ફિલ્મના બધા કલાકારો સહિત ડાયરેક્ટર, પ્રોડ્યુસરે આ ફિલ્મ બનાવ્યા બાદ દરેક લોકોએ એક વખત તો આ ફિલ્મ જોવી જ જોઈએ અને જે લોકો એક વખત આ ફિલ્મ જોશે તેણે વારંવાર આ ફિલ્મ જોવી પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં એવા કોઈ સીન ફિલ્માવવામાં આવ્યા નથી કે જેનાથી માતા-પિતા, ભાઈ-બહેન કે અન્ય કોઈ સગાસંબંધી જોઈને તેણે શરમમાં મુકાવું પડે. આ ફિલ્મ સમાજના બુઝુર્ગોથી લઈને બાળકો એક સાથે બેસીને જોઈ શકે તે રીતે બનાવવામાં આવી છે. તેમજ સમાજના બાળકો માટે પ્રેરણાદાયી અને સાચો માર્ગ ચીંધનારી સાબિત થનારી છે.


