કામરેજમાં દુકાનદાર પર કરાયેલા હુમલા બાદ, પોલીસે ભોગ બનેલાનું નિવેદન લાંબો સમય નિવેદન ન લેતા આક્રોશ

kamrej police

કામરેજમાં દુકાનદાર પર કરાયેલા હુમલા બાદ, પોલીસે ભોગ બનેલાનું નિવેદન લાંબો સમય નિવેદન ન લેતા આક્રોશ

સુરત ઃ કામરેજ વિસ્તારમાં આવેલા માકણા ગામમાં માકણા ઈન્ડસ્ટ્રીઝના ગેટ નજીક ચા-નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદારને અગાઉ થયેલા વિવાદને લઈને 25મીના રોજ સવારે મળસકે અજાણ્યાઓએ ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ લાંબો સમય સુધી કામરેજ પોલીસે ભોગ બનનારાને ન્યાય મળે તે માટે કોઈ જ પગલાં ભર્યા નથી. જેના લીધે રાજસ્થાની સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રાજસમંદના ભંવરલાલ ગાડરી કામરેજના માકણા ગામમાં માકણા ઈન્ડસ્ટ્રીઝના ગેટ પાસે ચા-નાસ્તાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. દરમિયાન અગાઉ કારખાનેદારના કારીગરો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેની અદાવતમાં 25મી ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યાના અરસામાં અજાણ્યાઓ થ્રી વ્હીલ ટેમ્પોમાં આવ્યા હતા અને ભંવરલાલ ગાડરીને પાછળથી ચાકૂના ઘા મારી ઘાયલ કરી દીધા હતા. સવારે 4 વાગ્યાના અરસામાં કોઈ જ માણસ ન દેખાતા આખરે ભંવરલાલ જેમ તેમ કરીને ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસ સુધી તેઓ બેહોશ રહ્યા હતા. 28મી તારીખે હોશમાં આવ્યા બાદ પણ કામરેજ પોલીસ ભંવરલાલની ભાળ કાઢવા કે તેનું નિવેદન લેવા આવી નહોતી જે ઘણી જ દુઃખજનક બાબત છે. આ બાબતે ગુર્જર દેવસેના અધ્યક્ષ હરીશભાઈ ગુર્જરે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં રાજસ્થાની સમાજના લોકોમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે. કામરેજ પોલીસે આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી ન્યાય આપવો જરૂરી છે.