ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે ૨૪માં પાટોત્સવ નિમિત્તે ૧૦૮ કુંડી મહાયજ્ઞ, વિવિધ સંસ્કાર અને વિરાટ કિસાન સંમેલન યોજાશે
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, મલેકપુર
હરીપ્રસાદ રાવલ દ્વારા
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આગામી તા ૪થી ૭ નવેમ્બર દરમિયાન નગરપાલિકા હોલની સામે એસ.પી હાઈસ્કૂલ પાસે આઝાદ મેદાન ખાતે આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજી અને રાજ્યના મહામહીમ રાજ્યપાલની ઉપસ્થિતિમાં ૧૦૮ કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા વિરાટ કિસાન સંમેલન યોજાનાર છે.
ગાયત્રી શક્તિપીઠ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સમિતિના સંયોજક અને નિમંત્રક રામજીભાઈ ગરાસીયાના જણાવ્યા અનુસાર યુગ સંઘિની વિષમ વેળામાં આ યુગના મહાન યુગ ઋષિ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદ્વષ્ઠા, યુગ પ્રવર્તક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી અને વિશ્વ વંદનીય માતાજીનું સ્વપ્નું મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ બનાવવા શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સારા વિશ્વમાં નારી સશક્તિકરણ વર્ષ નિમિત્તે નવચેતના જાગરણ અભિયાન ચાલી રહ્યું છે. યુગતીર્થ શાંતિકુંજ હરિદ્વારના શ્રધ્ધેયા શૈલદીદી તથા શ્રધ્ધેય ડૉ પ્રણવ પંડ્યાજીના શુભ આશીર્વાદથી ૧૦૮ કુંડી નવ ચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ મહીસાગર જિલ્લાના માનગઢ ક્ષેત્રમાં આવેલ સંતરામપુર ગાયત્રી શક્તિપીઠના ૨૪માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ૧૦૦૮ સદગુરુ જ્ઞાનગ્રંથ સહિત ભવ્ય શોભાયાત્રા, કળશ પૂજન, સર્વ દેવપૂજન, ગર્ભોત્સવ, મહિલા સંમેલન, ગુરૂદિક્ષા સંસ્કાર તેમજ વિરાટ કિસાન સંમેલન ૨૪૦૦ દિપ યજ્ઞ આરતી, યુગ સંગીત, પ્રવચનો દિવ્ય કાર્યક્રમ શાંતિકુંજ હરિદ્વારની પ્રજ્ઞાટોળી દ્વારા સંપન્ન થશે. આ કાર્યક્રમમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના ઉપ કુલપતિ પૂ.ડૉ ચિન્મય પંડ્યા તથા કિસાન સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ મહામહીમ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
આ શુભ પ્રસંગે પુણ્યના ભાગીદાર બનવા ગાયત્રી શક્તિપીઠ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંતરામપુર આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. આ પ્રસંગે સદગુરુ જ્ઞાનગંગા, સદગ્રંથ શોભાયાત્રા સર્વદેવ પૂજન તથા આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીની ઉપસ્થિતિમાં ગુરુ દિક્ષા સંસ્કાર ગર્ભોત્સવ સંસ્કાર મહિલા સંમેલન તથા કાર્યકર્તા ગોષ્ઠિ તેમજ મહામહીમ રાજ્યપાલ, આચાર્ય દેવદતની ઉપસ્થિતિમાં વિરાટ કિસાન સંમેલન અને ચોવીસો મહાદીપ કાર્યકમ સંપન્ન થશે.