એક કુશળ માળી - સંત રાજીન્દર સિંહજી મહારાજ
rajindar-4-3-25

આપણી પૃથ્વી પર બહુ જ જંગલી વૃક્ષો -છોડ તથા બાગ બગીચા પ્રકૃતિના સંરક્ષણમાં ફૂલે-ફૂલે છે પરંતુ તેમની સુંદરતા જાળવી રાખવા માટે એક માળીની જરૂરત હોય છે. ફૂલો થી ભરેલા બગીચાઓ અને ઔષધીઓથી ભરેલી વનસ્પતિ, સાર્વજનિક તેમજ ઘરેલું બગીચાઓ ની સુંદરતા જાળવી રાખવા માટે એક કુશળ માળીની પ્રેમ ભરી દેખભાળ ની આવશ્યકતા હોય છે જેથી કરીને ત્યાં આવવા વાળા વ્યક્તિઓને એક ખુશ્બુદાર અને મનમોહક વાતાવરણ મળે તથા તેનો તેઓ ફાયદો ઉઠાવી શકે.
ઠીક તે જ પ્રકારે જો આપણે સદા -સદા નો આનંદ મેળવવા ઈચ્છીએ છીએ તો આપણે આપણા શરીરના સિવાય પોતાની આત્માને પણ હરિ-ભરી રાખવું પડશે. પોતાની આત્માના સંરક્ષણ અને દેખભાળ માટે આપણે એક કુશળ માળી અર્થાત સદગુરુ ની આવશ્યકતા હોય છે કેમકે આપણી આત્મા યુગોયુગોથી પિતા પરમેશ્વર થી અલગ હોવાથી મુરજાય ગઈ છે.
આપણી આત્માના સદગુરુ રૂપી માળી જેને આપણે સંત મહાપુરુષો કહીએ છીએ, તેઓ આપણને સમજાવે છે કે આપણે આપણી આત્મારૂપી બીજને કેવી રીતે એક ભવ્ય અને ખુબસુરત ફુલના સ્વરૂપમાં વિકસાવી શકીએ છીએ જેવું કે પ્રભુ ઈચ્છે છે તેના માટે તેઓ આપણને સદગુણોને આપણી જિંદગીમાં ઢાળવાની પ્રેરણા આપે છે જેથી કરીને આપણી આધ્યાત્મિક ઉન્નતી ની જમીન તૈયાર થાય અને આપણી અંદર પ્રેમ, કરુણા તથા દયા ભાવના ફૂલ ખીલે જેનાથી તેની ખુશ્બુ થી બીજા નું જીવન પણ મહેકી ઊઠે.
માળી રૂપી આવા સંત મહાપુરુષો આપણે આત્માને પ્રભુ પાસે પરત લઈ જવાનો રસ્તો શીખવા માટે હંમેશા આવે છે. તેઓ સ્વયં પ્રભુથી એક ને એક હોય છે અને આપણને ધ્યાન અભ્યાસ દ્વારા પ્રભુ થી જોડવાનો રસ્તો શીખવે છે જેના દ્વારા આપણે પણ તે જ અનુભવ પ્રાપ્ત કરી શકીએ કે જેનાથી આપણી આત્મા સદા સદા માટે હરી-ભરી થઈ જાય અને તેમાં ક્યારેય કોઈ પાનખર ના આવે. કેવળ એક સદગુરુ માળી જ આપણી આત્માને પોતાની દયા મહેરથી તેની સુંદરતાને જાળવી રાખે છે જેથી આપણે આપણી અંદર પ્રભુ પ્રેમનો અનુભવ કરીએ તથા પોતાની આત્મા પરમાત્મામાં લીન કરાવવા નો વાસ્તવિક ઉદ્દેશ્ય ને આ જ જીવનમાં પૂરો કરી શકીએ.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com
પ્રેસ મીડીયા આભારી
સાવન કૃપાલ રૂહાની મિશન