“શ્રીરામોત્સવ"માં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક હાર્દિક દવેની સંગીતમય સાંજ યોજાઈ

hardik dave sangit

“શ્રીરામોત્સવ"માં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક હાર્દિક દવેની સંગીતમય સાંજ યોજાઈ
“શ્રીરામોત્સવ"માં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક હાર્દિક દવેની સંગીતમય સાંજ યોજાઈ

સુરત : અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજી ની થીમ પર પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્ર્મ યોજાનારી પ્રથમ વિશ્વવિદ્યાલય એવી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા “શ્રીરામોત્સવ"ની ઉજવણી ૧૬/૦૧/૨૦૨૪ થી ૨૨/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ૨૦ જાન્યુઆરી એ એટલે કે  "શ્રીરામોત્સવ" ના પાંચમાં દિવસે સાંજે ૮ કલાકે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક હાર્દિક દવે ની સંગીત સંધ્યા યોજાઈ હતી . આ કાર્યક્રમની શરુઆત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા, કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, પ્રસિદ્ધ લોકગાયક હાર્દિક દવે, રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સંઘના સૂરત મહાનગરના કાર્યવાહ શ્રી કેતનભાઈ લાપસીવાલા, સેનેટ સભ્ય શ્રી કે.સી. પોરીયા, શ્રી ભાર્ગવ રાજગુરુ , શ્રી દિલીપ જોશી, શ્રી ભાવિન પટેલ અને સિન્ડિકેટ સભ્ય શ્રી કનુ ભરવાડ, શ્રી હસમુખ પટેલ , શ્રી સંજ્ય લાપસીવાલા, શ્રી કિરણ ઘોઘારી, શ્રી ડો.દીપક ભોયે , શ્રી ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ,  ABVP સુરતના સંગઠન મંત્રી ભુપતભાઈ, યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ સ્ટડી વિભાગના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે, હિન્દુ સ્ટડી વિભાગના ચેરમેન ડો. અર્પિત દવે, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ દ્વારા દીપપ્રજ્વલન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ખાસ ૧૦૮ દિવા દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સિન્ડિકેટ સભ્ય શ્રી સંજય લાપસીવાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું, ભગવાન શ્રીરામ કોઈ એક દેશના નહીં સંપૂર્ણ વિશ્વના આરાધ્ય છે. તેમણે વિદેશોમાં ભગવાન શ્રી રામના મંદિરોની ચર્ચા કરી હતી. તેમણે રામમંદિરના ૫૦૦ વર્ષ નો ઈતિહાસ જણાવ્યો હતો. તેમણે ખાસ ભગવાન શ્રીરામ, વાનરસેના અને રામસેતુનું ઉદાહરણ આપીને ઉપસ્થિત સૌ કોઈને પ્રયત્ન અને શ્રેય અંગે સમજણ આપી હતી.

વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં સુપ્રસિદ્ધ લોકગાયક હાર્દિક દવે ની સુંદર અને ભવ્ય સંગીતસંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક હાર્દિક દવે એ ઉપસ્થિત હજારો લોકોને પોતાના સુર રેલાવીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. તેમણે ભગવાન શ્રી રામ નામ થી શરૂ કરેલી સંગીત સંધ્યા માં વિશ્વવિદ્યાલયના ખૂણે ખૂણા જાણે રામ નામ અને લોક સંગીત થી ગુંજી ઉઠ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં શ્રીરામોત્સવનીઉજવણી ના અંતર્ગત ૨૦ જાન્યુઆરીનારોજ સાંજે ૫કલાકે શ્રીરામનામમહેંદીકાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ સિન્ડિકેટ સભ્ય ડો. પારૂલબેન વડગામા  અને કાયદા વિભાગના કો-ઓર્ડીનેટર ડો. યશોધરાબેન ભટ્ટના નેતૃત્વમાં યોજાયો હતો.જેનીપ્રેરણાયુનિવર્સિટીના કુલપતિ  ડો.કિશોરસિંહ ચાવડા, કુલસચિવ  ડો.રમેશદાન ગઢવીઅનેસિન્ડિકેટ સભ્ય સંજયભાઈ લાપસીવાલાએપૂરીપાડીહતી. આ કાર્યક્રમમાંલગભગ૧૦૦ કરતા વધારે મહિલાઓ, વિદ્યાર્થીનીઓઅનેકાર્યકર્તાબહેનોએહાથમાં શ્રી રામ નામની મહેંદી મૂકાવીને પ્રભુ રામને આવકાર્યા હતા. બહેનોના હાથમાં મહેંદી મુકવાનું કામ  મહેદી કલ્ચરવાળા નિમિષાબેન પારેખઅનેતેમની સહયોગી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.