ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 7 કાર બળીને ખાખ

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, સુરત - ઉધના રોડ નંબર ચાર ઉપર આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા જે અંગેની માહિતી ફાયરબ્રિગેડને મળતાં ફાયરનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉપરોક્ત ઘટનામાં કુલ 7 ફોર વ્હિલર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. 
લાગેલી આગને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ કામે લાગી ગઈ હતી. ભંગારના 

ગોડાઉનમાં તમામ પ્રકારના વેસ્ટ મટીરીયલને કારણે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાજુમાં જ ઝૂંપડપટ્ટી હતી પણ ફાયરબ્રિગેડની કામગીરીને પગલે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.