મહાજન અનાથ બાળશ્રમ કોમર્સ કોલેજ માં પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન

jainshilp-samachar

મહાજન અનાથ બાળશ્રમ કોમર્સ કોલેજ માં પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન
મહાજન અનાથ બાળશ્રમ કોમર્સ કોલેજ માં પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન
Jainshilp samachar : મહાજન અનાથ બાળશ્રમ સંચાલિત મહાજન અનાથ બાળશ્રમ કોમર્સ કોલેજ, કતારગામ માં તા.૨૬-૦૮-૨૦૨૩ ના રોજ F.Y.B.COM ના વિદ્યાર્થીઓ માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ટેકનોલોજી વરદાન કે અભિશાપ, મારી સંસ્કૃતિ મારું ગૌરવ, આગમી પેઢી માટે પુથ્વીનું રક્ષણ, તેમજ આજનું શિક્ષણ એ જ ભવિષ્યનો સંચાર જેવી થીમ રાખવામાં આવી હતીસ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. ચક્ષુબેન શાહ ને આમંત્રિત કરવામાં આવેલ હતા.  સ્પર્ધામાં ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે પ્રી.ડો. મુકેશ આર. ગોયાણી, મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ અને શ્રી તેજસભાઈ મર્ચન્ટ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં વિજેતા તરીકે  પ્રથમ ક્રમાંકે પોપાનીયા પ્રાંજલ હરેશભાઈ, બીજા ક્રમાંકે સીદકી જન્નત સફીક અને તૃતીય ક્રમાંકે રાણા દિપાલી યોગેશભાઈ  જાહેર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું  સંચાલન  કોલેજ સ્ટાફના માર્ગદર્શક હેઠળ થયેલ હતું.