સુરતના સુપર સ્ટોરમાંથી ઘી, કાજુ-બદામની ચોરી કરતી ચાર મહિલા ઝડપાઈ
jainshilp samachar
શહેરના સરથાણા યોગી ચોક અને જકાતનાકા ખાતે આવેલા ડી- માર્ટ મોલમાં ખરીદીના બહાને જઈ કર્મચારીની નજર ચુકવી ઘીના પેકેટ નંગ -08 અને કાજુ બદામના પેકેટ - 05 નંગ મળી રૂ. 6500 ની મત્તા ચોરી કરનારી 4 યુવતીઓને સરથાણા પોલીસે સીસીટીની ફુટેજના આધારે ગણતરીના સમયમાં ઝડપી પાડી છે.
દિવાળીના તહેવારોમાં શહેરમાં ગુનેગારો પોતાની દિવાળી સુધારી રહયા હોય તેવું લાગી રહ્યું છે.પોલીસ પેટ્રોલીંગ વચ્ચે તસ્કરો પોતાના ગુનાઓને અંજામ આપી રહ્યા છે.ત્યારે શહેરમાં હવે મહિલા તસ્કરો પણ સક્રિય થઈ હોય તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે.સરથાણા પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે સરથાણા જકાતનાકા ખાતે આવેલા ડી- માર્ટ મોલ ઉપરાંત સરથાણા યોગીચોક સાવલિયા સર્કલ ખાતેના ડી- માર્ટ મોલમાં ખરીદીના બહાને પહોંચેલી ચાર અજાણી યુવતીઓ દ્વારા ધીના પેકેટ - 8 નંગ તથા કાજુ- બદામના 5 પેકેટ મળી કુલ રૂ. 6500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.મોલની કર્મચારીની નજર ચુકવી ચોરી કરનારી આ ચારેય મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ જતાં બનાવ સંદ્રભે સરથાણા પોલીસેને જાણ કરવામાં આવતા યોગીચોર સાવલિયા સર્કલ ખાતેના ડીમાર્ટ મોલમાં પહોંચેલા સરથાણા પોલીસની ટીમે સીસીટીવી ફુટેજના આધારે ચારેય યુવતીઓ પૈકીની ખુશ્બુ નિલેશભાઈ નટરવભાઈ પરમાર, અમિષાબેન રીતેશભાઈ પરમાર, તેમજ ગુમીષાબેન જીતેન્દ્રભાઈ મહેશભાઈ પરમાર અને ભાવિકાબેન પ્રગ્નેશભાઈ દશરથભાઈ સહિતાનાઓ ઝડપી પાડી હતી. સરથાણા પોલીસે ડીમાર્ટ મોલમાં સીકયુરીટી તરીકે નોકરી કરતાં રામનિવાસ બઘેલની ફરીયાદના લઈ ચારેય યુવતીઓ વિરુધ ચોરીનો ગુનો નોંધી તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.