બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષિકા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

jainshilp samachar:Editor:jayanti Solanki

બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષિકા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

શિક્ષિકા વિદ્યાર્થીઓ પાસે અંગત અને સોશિયલ મીડિયામાં ગરેકાયદેસર હોય એવા કામ કરાવતા હોવાનો આરોપ  લગાવી વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે.  વિદ્યાર્થીઓએ કહ્યું કે રજૂઆત છતાં કોઈ નક્કર પગલા લેવાતા નથી જે દુઃખજનક બાબત છે. 

બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની ખાનગી યુનિવર્સિટી પૈકીની એક છે. ખૂબ જ જાણીતી એવી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇન ફેકલ્ટીના વિદ્યાર્થીઓને દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિભાગના એચઓડી ડીંજલ વાડીવાળા વિદ્યાર્થીઓ પાસે અંગત અને સોશિયલ મીડિયામાં ગરેકાયદેસર કામ કરાવે છે. એમના અભ્યાસમાં ન આવતા હોય એવા ખોટા કામો આગ્રહપૂર્વક કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને સતત એટીકેટી આપી દેવાની ધમકી આપે છે. ડિરેક્ટર અને પ્રિન્સિપાલને રજૂઆત કરવા છતાં મેડમને છાવરે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિભાગના એચડી ડીંજલ વાડીવાલા દ્વારા તેમના ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સતત દબાણ આપીને અન્ય કામો કરાવ છે. કોલેજના અન્ય વિભાગના શિક્ષકો યોગ્ય રીતે ભણાવતા ન હોવાનું વિદ્યાર્થીઓ પાસે દબાણ કરીને તેમના વિરોધ ફરિયાદ કરવાનું કહેતા હતા. વિદ્યાર્થીઓ સાથે થયેલી વાત મુજબ તેમણે કહ્યું કે સિનિયર વિદ્યાર્થીઓ પણ સતત મેડમના વર્તનથી માનસિક ત્રાસ અનુભવતા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ડીંજલ વાડીવાળાને લઈને અમે અનેક વખત અમારા ડિરેક્ટર અને પ્રિન્સિપાલને રજૂઆત કરવા છતાં પણ તેઓ મેડમને છાવરે છે, એમની સામે કોઈ નક્કર પગલા લેતા નથી.