અફિણ, ગાંજાની ડિવિલરી કરવા આવેલા રાજસ્થાનના 3 ઝડપાયા
rajasthan kefi dravya
અફિણ અને ગાંજાની ડિલિવરી કરવા આવેલા 3 જણાને પુણા પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 1.19 કિલો અફિણ અને 9.96 કિલો ગાંજો સહિત રૂ.4.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પુણા પોલીસના ઈન્સ્પેક્ટર વી. યુ. ગડરિયાએ જણાવ્યું કે, જમાદાર દિલીપસિંહ હિંમતસિંહને બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો અફિણ અને ગાંજો લઈને સુરતમાં નિયોલ પાટિયા પાસેથી પ્રવેશનાર છે. જેના આધારે પુણા પોલીસે નિયોલ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. ત્યાં મધરાત્રે બાતમીવાળા 3 ઇસમો આવતા તેમને પકડી લીઘા હતા. 3 પૈકી વિક્રમસિંગ રાજપુત (રહે,ચિતોડગઢ) પાસેથી 1.19 કિલો અફિણ મળી આવ્યું હતું. આરોપી વિક્રમસિંગ સાથે તેનો સાથી દીપકસિંગ રાવ (રહે, ચિતોઢગઢ) પકડાયો હતો. ઉપરાંત આરોપી ઉત્તમ બિસોઈ પાસેથી 9.96 કિલો ગાંજો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી 4.82 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો. પોલીસે અફિણ મોકલનાર ગણપતભાઈ ધાકડ અને અફિણ મંગાવનાર રાજુ નામના આરોપી ઉપરાંત ગાંજો મોકલનાર ગેદો ઉર્ફ મુન્ના અને ગાંજો મંગાવનાર મુસા નામના આરોપીઓને વાન્ટેડ બતાવ્યા છે.