સિટીલાઈટ વિસ્તારમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લાખોની લૂંટ

jainshilp samachar

surat: સિટીલાઈટ વિસ્તારમાં કાપડના વેપારીની કારને રોકીને 3 લૂંટારુઓએ મરચાની ભૂકી આંખમાં નાંખી લાખો રૂપિયા લૂંટી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 
સિટીલાઇટ ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને એફવાયબીકોમમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યશ જેઠાનંદ અબુરાની તેના નાના સાથે ડ્રેસ મટીરીયલ્સની દુકાન ચલાવે છે. શુકવારે રાત્રે દુકાન બંધ કરી યશ નાના સાથે કારમાં ઘરે જતો હતો. રસ્તામાં સિટીલાઇટ તીર્થ સ્ટુડિયોની સામે 3 લૂટારૂઓ મોપેડ પર આવી કારને આંતરી હતી. 3 પૈકી એક લૂંટારુએ યશની આંખમાં મરચાંની ભૂકી નાખી ઝપાઝપી કરી હતી. જયારે બીજા સાગરિતે નાનાજી સાઈડનો કારનો દરવાજો ખોલી તેમની આંખમાં પણ મરચાંની ભૂકી નાખી બે બેગોમાં જેમાં એક બેગમાં 25 હજારની રોકડ અને બીજી બેગમાં 15 લાખની રોકડ મળી 15.25 લાખ રૂપિયા રોકડ લૂંટી ફરાર થઈ ગયા. આ બનાવમાં  ઉમરા પોલીસે લૂંટની ફરિયાદ લઈ સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં લૂંટારુઓને ટીપ કોઇ જાણભેદુએ આપી હોવાની પોલીસને આશંકા છે. વિડિયો જોવા માટે અહીં ક્લીક કરો...