હઝીરા ખાતે ચાલુ બાઇકમાં આગ

Motorcycle fire

સુરતઃ હઝીરા વિસ્તારમાં મોરા ગામ નજીક ગત રોજ રાત્રે અચાનક એક બાઈકમાં લાગતા અફરા તફરી મચી ગઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને લીધે આ અગ લાગી હતી. જયારે આગ લાગી ત્યારે બાઇક સવારે સાવધાની રાખતા તેનો આબાદ બચાવ થયો હતો. આ અંગેની જાણ  સુરત ફાયર વિભાગને થતાં તેણે ઇમરજન્સીમાં ઘટના સ્થળે આગ ઓલવી હતી. આ સંદર્ભે વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ કરી રહી છે.