આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે એએમ/એનએસ ઈન્ડિયામાં કાર્યક્રમ યોજાયો

Antar

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે એએમ/એનએસ ઈન્ડિયામાં કાર્યક્રમ યોજાયો

હજીરા-સુરત: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે એક સમારંભનુ આયોજન કર્યુ હતું.

તા.8મી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ની ઉજવણી મહિલાઓના સામાજીક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સિધ્ધિઓને બિરદાવવા માટે કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓની સમાનતા માટે સક્રિય થવોનો અનુરોધ કરવામાં આવે છે. એએમ/એનએસ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે તા. 4 માર્ચના રોજ ‘UNLEASH YOUR POTENTIAL (તમારી ક્ષમતાને બહાર લાવો)’ વિષયે એક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં અનેક ખંત ધરાવતી અને પ્રેરણાપાત્ર મહિલાઓ સામેલ થઈ હતી. 

આ સમારંભનાં ગેસ્ટ સ્પીકર સોનિકા એરોન કામકાજી મહિલાઓની જાતિય સમાનતા માટે જેન્ડર એટ વર્ક ઈન્ડીયા ટ્ર્સ્ટ મારફતે સક્રિય કામગીરી કરી રહયાં છે. તેમને ‘ડાયવર્સીટી ચેમ્પિયન’ તરીકે ઓળખવામાં આવે છે.  તેમણે મહિલાઓને પોતાની પ્રતિભા અને ક્ષમતાનો ઉપયોગ કરવા અનુરોધ કરીને ઉચ્ચ સ્થાને પહોંચવા જણાવ્યુ હતું. તેમજ મહિલાઓને મોટાં સપનાં સેવવા અને સાકાર કરવા અનુરોધ કર્યો હતો અને પોતાના કાર્યોનું ઉદાહરણ આપી તેમાંથી પ્રેરણા મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓ અન્ય મહિલાઓને મદદરૂપ થાય તે માટે તમામ મહિલાઓ માટે સમાનતા અને પ્રમાણિકતા ધરાવતા વિશ્વના નિર્માણ માટે અનુરોધ કર્યો હતો.
 
એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશનના વડા ડો. અનિલ મટૂ જણાવે છે કે “એએમ/એનએસ ઈન્ડિયા સાચા અર્થમાં મહિલાઓને સમાન તક પુરી પાડવામાં માને છે અને તેમના વૃધ્ધિ માટે સમાન તક પુરી પાડવા માટે સક્રિય પણ છે. જે કામગીરીઓમાં પરંપરાગત રીતે પુરૂષોનુ વર્ચસ્વ છે તેવી કામગીરીઓમાં આગળ ધપાવવા એએમ/એનએસ ઈન્ડિયા મહિલાઓને પ્રોત્સાહન આપી રહી છે. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ એ મહિલા સશક્તિકરણ અને સ્ત્રી-પુરૂષ સમાનતા અંગેના ધ્યેયનો પુનરોચ્ચાર કરવા માટે યોગ્ય પ્રસંગ છે. ”