રાહુલ ગાંધી માનહાનિ કેસમાં વધારાનું નિવેદન આપવા સુરત આવ્યા 

piyushHparmar

જૈનશિલ્પ સમાચાર, સુરત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરત ખાતે માનહાનિ કેસ મામલામાં કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. તેઓ બપોરે 2 કલાકે સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લેન્ડિંગ કર્યા બાદ 2:30 વાગે કોર્ટ તરફ રવાના થયા હતા. 
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇ બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને હાલના રાજ્ય મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસી નેતાઓ પણ સુરત આવી પહોંચ્યાં હતા. રાહુલ ગાંધીના એરપોર્ટથી લઈને કોર્ટ સુધીના રસ્તામાં સ્વાગત કરતાં બેનર લગાવાયા હતા. સુરત શહેર કોંગ્રેસ દ્વારા એસવીએનઆઈટી સર્કલ અને પૂજા અભિષેક ટાવર પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની ટીમ દ્વારા એરપોર્ટથી એસવીએનઆઈટી સુધી બે પોઇન્ટ બનાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું.