વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ૨ દિવસીય મેગા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૫નું સફળ સમાપન

veer narmad uni-1

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ૨ દિવસીય મેગા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૫નું સફળ સમાપન
જૈનશિલ્પ સમાચાર, સુરત
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજય અને કેસીજી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તેમજવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબના સહયોગથીવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે તારીખ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી,૨૦૨૫દરમિયાન2 દિવસીય મેગા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૫ નું આયોજન નોડલ સંસ્થા ડૉ. એસ. & એસ. એસ. ગાંધી કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી (ડીપ્લોમા) સંસ્થા દ્વારા કરાયેલ હતું. જેમાં સુરત શહેર અને સુરતના આસપાસના વિસ્તારની અંદાજીત ૧૦૦જેટલી ઇન્ડસ્ટ્રીઝ તથા સરકારી અને ગ્રાન્ટ- ઇન-એડ કોલેજોના એન્જિનીયરીંગ, વિજ્ઞાન,કોમર્સ, આર્ટસ, હોમ-સાયન્સ, વગેરે વિદ્યાશાખાના છેલ્લા વર્ષમાં ભણતા અંદાજીત ૬૦૦૦થી વધુ વિધાર્થીઓ દ્રારા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૫ માટે નોંધણી કરવામાં આવી હતી.
જેમાં તારીખ-૨૪/૦૨/૨૦૨૫ ના પ્રથમ દિવસે આશરે ૫૨ ઇન્ડસ્ટ્રીઝ અને તારીખ૨૫/૦૨/૨૦૨૫ ના બીજા દિવસે આશરે ૩૮ઇન્ડસ્ટ્રીઝ હાજર રહેલ હતી તેમજ જુદી જુદી ૪૩સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ કોલેજોના આશરે ૧૮૦૦ થી વધુ વિધાર્થીઓ હાજર રહેલ હતા.૨ દિવસના મળીને કુલ ૨૧૦૦ થી વધુ ઈન્ટરવ્યુ થયેલ હતા અને બન્ને દિવસના મળીને કુલ૨૦૨૭ લેટર ઓફ ઇન્ટેન્ટવિવિધ કંપનીઓ દ્વારાવિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. આર.સી.ગઢવી,ઝોન-૪ ના ઝોનલ ઓફિસર ડૉ. બી. એચ. પરમાર, સબ ઝોનલ ઓફિસર ડૉ. કે. ડી. પંચાલ, ઝોન-૪,નોડ ૧ અને ૫ ના નોડલ ઓફિસર શ્રીમતી બી. એચ. ગોયલ દ્વારા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૫ નું સુચારુ અને સફળ આયોજન કરેલ હતું. વિવિધ કંપનીના પ્રતિનિધીઓએ આ પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૫ ને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.