સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પીપલોદમાંથી ઝડપાયું, સુરતમાં થાઈલેન્ડની 6 યુવતીઓનો દેહવેપાર
સુરત-પીપલોદમાંથી એક કુટણખાનું ઝડપાયું છે. સ્પાની આડમાં આ કુટણખાનું ચાલતું હતું. પોલીસે થાઈલેન્ડની 6 યુવતીઓને છોડાવી છે જ્યારે સ્પાની માલિકને વોન્ટેડ જાહેર કરાઈ છે. સૂત્રો અનુસાર સુરતના પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ સાઈન સ્પામાં પોલીસે કૂટણખાનું ઝડપાયું છે. પોલીસના દરોડામાં એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા. આ સાથે સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાની માલિક મહિલા રફુચક્કર થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, સ્પામાં ગ્રાહકો પાસેથી 3000 રૂપિયા લેવામાં આવતા અને તેમાંથી માત્ર 1000 રૂપિયા યુવતીઓને આપવામાં આવતા હતા. થાઈલેન્ડની યુવતીઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવી કમિશન મેળવી તેમજ આ કામ માટે સંચાલક તરીકે યોગેશ રાણાભાઇ ડાંગરને નોકરીએ રાખ્યો હતો.પોલીસે બાતમીના આધારે એક બોગસ ગ્રાહક મોકલી વોચ ગોઠવી હતી. દરમિયાન ગ્રાહકે ઈશારો કરતા પોલીસે રેડ કરી હતી. જેમાં સ્પામાં ચાર જેટલી કેબિનો મળી આવી હતી. એક કેબિનમાં બોગસ ગ્રાહક અને એક યુવતી મળ્યા હતા. અન્ય એક કેબિનમાં ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક કેબિનમાં ચાર યુવતીઓ મળી આવી હતી. યુવતીઓની પૂછપરછ કરતા તમામ થાઈલેન્ડની હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ ગ્રાહક અને સ્પાનો સંચાલક યોગેશ રાણાભાઇ ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસને વોન્ટેડ જાહેર કરાઈ છે. સ્પાના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સ્પાની માલિક જ્યોતિ અને યોગેશ મસાજ કરાવવા બહારથી ગ્રાહકો આવે તેને શરીરસુખ માટે 3000 રૂપિયા વસૂલતા હતા. આ રૂપિયામાંથી યુવતીઓને 1000 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે સ્પામાંથી થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવી હતી. પોલીસે આરોપીઓ અને સ્પામાંથી કુલ મોબાઇલ નંગ-4 જેની કુલ કિંમત રૂપિયા 58000, કુલ રોકડા રૂપિયા 13600, નાના મોટા ચોપડા નંગ-03 અને નાની ડાયરી નંગ-01 મળી કુલ્લે રૂપિયા 71600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસ હાજર મળી આવેલ ન હોય તેને વોન્ટેડ જાહેર કરી છે.