મહિલાઓ, નાના બાળકો, વૃદ્ધોને ડિટેન કરી 5 કલાક પુણાગામ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખતા આક્રોશ

jainshilpsamachar

જૈનશિલ્પ સમાચાર, સુરત
સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી વખત ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને આઇ માતા રોડ પર શાકભાજી વેચતા પાથરણાંવાળા ગરીબ મજદુર લોકોને 14મી ફેબ્રુઆરી, 2022ના રોજ ડિટેઈન કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયા હતા. ગુર્જર દેવસેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરીશ ગુર્જરે આરોપ લગાવતા જણાવ્યું હતું કે આ ગરીબ મજદુર પાથરણાંવાળાઓનો શું વાંક છે કે એક ડોક્ટરના કહેવાથી આ 700 જેટલા પરિવારોને વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે. આજે આ ગરીબ લોકો મેહનત કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે, તેમણે વધુમાં જણાવ્યું કે શહેરમાં અનેક ગુનાઓ બની રહ્યા છે, ત્યારે પોલીસ ગુનાઓ રોકવામાં નિષ્ફળ નિવડી છે, મહિલાઓને તેમનાં નાના બાળકોને વૃદ્ધ લોકોને ડિટેન કરી પાંચ-પાંચ કલાક પુણાગામ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા કેટલા યોગ્ય છે. એક ગુનેગારને પકડવામાં આવે એ રીતે બધાંને પોલીસ વાનમાં બેસાડી દેવાયા તે કામ કોના ઈશારે થઈ રહ્યું છે.