નવસારીમાં ઈદ-એ-મિલાદનું જુલૂસ નીકળ્યું
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, નવસારી
ઈબ્રાહિમ સૈયદ દ્વારા
ઈસ્લામમાં રબ્બીઉલ અવ્વલ માસનું મહત્વ અનેકગણું છે કારણ કે આ માસની 12મી તારીખે ઈસ્લામ ધર્મના જન્મ દિવસ કે જે 9 ઓક્ટોબરના રોજ ઈસ્લામના અનુયાયીઓએ ઈદ-એ-મિલાદ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
ખુદાના આવા પાક-પ્યારા પયગમ્બરની વફાત (મરણ) મુસ્લિમ ચાંદ 12 રબ્બીઉલ અવ્વલ 11 હિજરી 8 જૂન, ઇ.સ. 632 ના રોજ થઈ પણ નોંધ પાત્ર બાબત એ છે કે મહંમદ સાહેબ એક જ મુસ્લિમ તારીખે થયો હતો.
મહંમદ સાહેબના આદર્શોને પામવાનો દિવસ એટલે ઈદ-એ-મિલાદ મુસ્લિમ સમાજમાં ભારે મહાત્મ્ય ધરાવતો તહેવાર જે સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ-ભાઈચારાનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવતો હોય છે.
નવસારી શહેરમાં પણ પરંપરાગત રીતે જુલૂસો નીકળ્યા હતા એક દરગાહ રોડથી સૈયદ સાદાત (ર.ત.)ની દરગાહથી મર્હૂમ મૌલાના મુફતી મુજીબ અશરફ સાહેબના પુત્ર હાફેઝ તેહસીન અશરફ સાહેબની સદારતમાં પ્રસ્થાન થઈ દારૂલ ઉલૂમ અનવારે રઝા ખાતે પહોંચતા ત્યાં મૌલાના સરફરાઝ અઝહરીએ બ્યાન તેમજ મૌલાના ગુલામ મુસ્તુફા કાદરીએ અમનો અમાન શાંતિ ભાઈચારાની દુઆ કરી હતી. જ્યારે બીજું જુલૂસ નવસારી સ્ટેશન મસ્જિદથી મુફતી મૌલાના શાહીદરઝા સાહેબની આગેવાનીમાં નીકળ્યું હતું. જે સૈયદ સુલતાન તબરૂકશા બાબા (ર.ત)ની દરગાહ પર પહોંચી સમાપન થયું હતું. જેમાં મુફતી સાહેબે હઝરતના પ્રસંગો વર્ણવ્યા હતા. અંતમાં અમનો અમાનની દુઆ કરવામાં આવી હતી.


