THE SEMICONDUCTOR ECOSYSTEM AND ASSOCIATED JOB AVENUES FOR BASIC SCIENCE STUDENTS“ વિષય પર એક દિવસીય સેમીનાર

ECOSYSTEM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં તા.૧૧મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ “THE SEMICONDUCTOR ECOSYSTEM AND ASSOCIATED JOB AVENUES FOR BASIC SCIENCE STUDENTS“  વિષય પર એક દિવસીય સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિષયના જાણકાર પ્રો.કે.ડી.પટેલ,ભૌતિકશાસ્ત્ર વિભાગ,સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર આણંદ દ્વારા વિધાર્થીઓને વિષયની સંપૂર્ણ માહિતી અને માગદર્શન પૂરું પાડવામાં આવ્યું  હતું.આ એક દિવસીય સેમીનારમાં  આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડૉ.કે.એન.ચાવડાએ પણ હાજરી આપી હતી અને વિભાગ ના વિધાર્થીને વિષયલક્ષી માગદર્શન પૂરું પાડ્યું હતું. કુલપતિ ડૉ.કે.એન.ચાવડા અને પ્રો.કે.ડી.પટેલનું વિભાગ દ્વારા આજ રોજ ગીતાજયંતી નિમિતે શ્રીમદ્ર ભગવતગીતા આપી ને સન્માન કરવામાં આવ્યુ હતું.વિભાગના વડા પ્રો.આઈ.બી.પટેલએ  પણ  વિભાગના  વિધાર્થીઓને સેમીનારના વિષયથી ભવિષ્યમાં રહેલ તક વિષે માગદર્શન પૂરું પાડ્યું હતું. ભૌતિકશાસ્ત્ર વિભાગના  વિધાર્થીઓએ  સેમીનાર ના લીધે ભવિષ્ય માં રહેલ તકોની જાણકારી મેળવી હતી અને  ભૌતિકશાસ્ત્ર વિભાગના  વિધાર્થીઓ દ્વારા પ્રો.કે.ડી.પટેલ સાહેબ સાથે પ્રશ્નાર્થી થઇ જેની સંતોષપૂર્ણ જાણકારી આપી હતી. સેમીનારના અંતે પ્રો.બી.પી.મોદી દ્રારા ડૉ.કે.એન.ચાવડા, પ્રો.કે.ડી.પટેલ, વિભાગના ટીચરો અને વિધાર્થીઓનો આભાર માન્યો હતો.