મહિલાઓની સુરક્ષા અને માનવાધિકાર સંરક્ષણ માટે નવા કાર્યાલયનું ઉદઘાટન
mahila suraksha
જૈનશિલ્પ સમાચાર, સુરત
શહેરના પાંડેસરા વિસ્તારમાં રાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિયેશનની ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ સીમા મહેતાના નેતૃત્વમાં મહિલાઓની સુરક્ષા, ન્યાય તથા માનવાધિકારોના રક્ષણના ઉદ્દેશ સાથે નવી હ્યુમન રાઈટ્સ કાર્યાલયનું ઉદઘાટન 21 જૂન, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ અવસરે સીમા મહેતાએ જણાવ્યું હતું કે આ કાર્યાલય ખાસ કરીને એવી મહિલાઓની સહાય માટે શરૂ કરવામાં આવી છે જે અન્યાય, ઘરેલુ હિંસા, છેતરપિંડી, ધમકી, શોષણ કે અન્ય સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. કાર્યાલયના માધ્યમથી પીડિત મહિલાઓને ફ્રી કાનૂની સલાહ, માનવાધિકાર સંબંધી માર્ગદર્શન તથા ન્યાય પ્રાપ્ત કરવામાં સહયોગ આપવામાં આવશે. તેમણે કહ્યું કે મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા તથા સમાજમાં માન સન્માન અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સંસ્થા હમેશા કાર્ય કરતી રહે છે સાથે સાથે માનવાધિકારોના ઉલ્લંઘન તથા ગેરકાનૂની પ્રવૃત્તિના કિસ્સાઓમાં પણ જરૂરિયાતમંદ લોકોને સંસ્થા દ્વારા આમજનતાને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારના અન્યાય અને શોષણ થાય તેવી સ્થિતિમાં કાર્યાલયનો સંપર્ક કરી મદદ મેળવી શકે. આ કાર્યાલયનું સ્થળ બીજો માળ, વાડીવાલા કોમ્પલેક્સ, પાંડેસરા મેઈન રોડ, ઝોટા હાઉસની સામે આવેલું છે.


