શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી એક જ શ્રીજીની મૂર્તિની સ્થાપના થાય છે

શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી એક જ શ્રીજીની મૂર્તિની સ્થાપના થાય છે
શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી એક જ શ્રીજીની મૂર્તિની સ્થાપના થાય છે

જૈનશિલ્પ સમાચાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક લોકોપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે. શિવસેના પ્રભારી અને શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટના કર્તાહર્તા હરીશ ગુર્જરે અનેક ગરીબ વર્ગના લોકો માટે કાર્યો કર્યા છે અને તેઓના જીવનમાં પ્રકાશ ફેલાય તેવા કામ કરી રહ્યા છે. હરીશ ગુર્જરે હાલમાં જ નદીના પાણીમાં સુરત મનપાના અધિકારીઓ સાથે ઉતરી જઈ જાતે જ તાપી શુદ્ધિકરણમાં ભાગ લીધો હતો. જ્યારે બીજી તરફ ગત રોજ 19મી ડિસેમ્બરે ગણપતિ વિસર્જન વેળા શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીજી એપાર્ટમેન્ટ ખાતે રહેતા રહીશોએ પણ માટીની શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી. આમાં શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તો દર વરસે એક જ મૂર્તિ જે ચાંદીની છે તે જ ગણપતિ મહોત્સવ દરમિયાન બેસાડવામાં આવે છે. આમ છેલ્લા 10 વર્ષથી એક જ મૂર્તિ બેસાડવા પાછળ આ ટ્રસ્ટનો એવો હેતુ છે કે માનવી કોઈ ખોટા ખર્ચાઓ કરે નહીં જેમ કે ફટાકડાં ફોડવા, ડી.જે. જોર જોરમાં વગાડવા તેમજ આ પ્રકારના લોકોમાં ખોટા નાણાં વેડફીને પોતે કંઈક છે તેવો દેખાવ કરવાથી હંમેશા દૂર રહેવું. જ્યારે હવે લોકોમાં જાગૃતિ આવી છે ત્યારે સરકાર દ્વારા પણ નાની મૂર્તિ તે પણ માટીની જ બેસાડવા નિર્ણય લેવાયો છે જે આવકારદાયક છે. કોરોના મહામારીએ માનવીને કેવી રીતે જીવવું તે શીખવાડી દીધું છે.