બધુ આપમેળે સેવાકીય કામ થાય છે, શ્રી દેવનારાયણ ભગવાનની મંજૂરી વગર બધું નકામું ઃ લાદુલાલ ગુર્જર
jainshilp samachar 21
જૈનશિલ્પ સમાચાર, સુરત
અમરોલી ખાતે તાપી નદીના પાળા પર આવેલા શ્રી દેવનારાયણ મંદિર તથા શ્રી હનુમાન મંદિરમાં ગૌભક્ત લાદુલાલ ગુર્જરની દેખરેખમાં 30 થી વધુ ગૌ માતાની સેવા કરવામાં આવી રહી છે. આવનારા મકરસંક્રાંતિ પર્વ પર ગૌશાળા દ્વારા ગૌ ભક્તોને ગૌશાળામાં ગાય માતાઓ માટે ઈચ્છાનુસાર દાન કરી પુણ્ય મેળવવાની અપીલ કરાઈ રહી છે. શુક્રવારે અમરોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારી હરીભાઈએ ગૌશાળાની મુલાકાત લઈને આર્થિક મદદ કરીને માનવતાની મહેક ફેલાવી છે. ગૌશાળાના સંચાલક લાદુલાલ ગુર્જરે આ પ્રસંગે હરીભાઈ તથા સેવાભાવી રમેશભાઈ રબારી તેમજ અન્ય ગૌ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. જૈનશિલ્પ સમાચાર અખબાર સાથેની વાતચીતમાં લાદુલાલે જણાવ્યું હતું કે અમે અહીં ત્રણ વરસથી ગૌ માતાની સેવા નિઃસ્વાર્થરૂપે કરી રહ્યા છીએ. ભગવાન શ્રી દેવનારાયણની મરજીથી સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, તેની પરવાનગી વગર કોઈ પણ કાર્ય કરવા અમે સક્ષમ નથી. તેમની પરવાનગી લીધા વગર અમે કોઈ પાસે માંગ કરતા નથી અને ગૌભક્ત સેવાભાવીઓ પોતાની મેળે અહીં આવીને યથાયોગ્ય સેવા કરી જાય છે.