શ્રી સરસ્વતી મહાવવદ્યાલય દ્વારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
sarasvati1
જૈનશિલ્પ સમાચાર, સુરત
જયદીપ મેમોરિયલ પબ્લલક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી મહાવવદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ
કોલેજ, સુરતના એન. એસ. એસ. યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના તથા દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગ ટ્રેનર તરીકે કુંજલ ચપતવાલા ઉપસ્થિત રહ્યા હતા. જેમને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું.


