ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન અન્તર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે

jainshilp samachar

ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન અન્તર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે

સુરતઃ સુરત શહેર અને જિલ્લા માં આગામી તા.૬/૧૦/૨૦૨૨ થી ૧૯/૧૦/૨૦૨૨ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ ઉપરાંત સિંગલ પ્લાસ્ટિક એકત્ર કરવું, ગ્રામ સફાઇ, પ્રતિમાઓને સ્વચ્છ કરવી, અમૃત સરોવરોને સુંદર બનાવવા,રેલ્વે,  હોસ્પિટલ,પોસ્ટ ઓફિસ, જાહેર જનતાની અવરજવર વાળા મહત્વના કેન્દ્રો  ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે આજે કલેકટર કચેરી ખાતે અધિક કલેકટર યોગરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સૂરત અને જીલ્લા ભરની તમામ સરકારી કચેરીઓ દ્વારા કચેરી નું રેકર્ડ નું  વર્ગીકરણ કરવું, પાણીની ટાંકી ચોખ્ખી કરવી, કલોરીનેશન કરવું અને ઓફિસની સાફ સફાઈ કરી એક કર્મયોગીની ભાવના ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો. 
અધિક કલેકટર યોગરાજસિંહ ઝાલાએ જિલ્લાની તમામ સરકારી કચેરીઓને નહેરુ યુવા કેન્દ્રના કાર્યકર્તાને સહયોગ આપવા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પણ અનુરોઘ કર્યો હતો.આ અભિયાનમાં સરકારી કચેરીઓ અને મનપાની ઝોનલ કચેરી દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જીલ્લામાં ૫૫ પી.એચ.સી. અને ૧3 સી. એચ. સી. સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકાર દ્વારા સૂરત જીલ્લા અને શહેરની સરકારી, ભારત સરકારની કચેરીઓની સ્વચ્છતા અભિયાન માટે તારીખ વાર આયોજન ગોઠવ્યું છે અને એ મુજબ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલી બેઠકમાં સંયોજક નહેરુ યુવા કેન્દ્ર સૂરત, જીલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.