નવયુગ કોમર્સ કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

yog divas

નવયુગ કોમર્સ કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

જૈનશિલ્પ સમાચાર, સુરત

નવયુગ કોમર્સ કોલેજ અને નવયુગ આર્ટસ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના અને રમત ગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 જૂન 2026 ના રોજ સવારે  7:00 કલાકે 12 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી  નવયુગ કોમર્સ કોલેજના મધ્યસ્થ હોલમાં કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય શ્રી ડો. વિનોદભાઈ પટેલ દ્વારા યોગ નુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર  ડો. અંકિતા ઝાડેશ્વરીયા, ડો. ધરિત નાયક અને શારીરિક શિક્ષણના પ્રા. છગનભાઈ અસારીયા તથા પ્રા. સુનિતા વરલી દ્વારા કરવામાં  આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.