તા.10 જાન્યુઆરી શનીવાર  થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલન

ahinsha jivdaya seminar

તા.10 જાન્યુઆરી શનીવાર  થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલન

જૈનશિલ્પ સમાચાર, સુરત

એન્કરવાલા અહીંસાધામ  દ્વારા "પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા" માટેનાં ઉદેશ્યથી  જીવદયાપ્રેમીઓ માટે  તા.10 જાન્યુઆરી શનીવાર  થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  ''એન્કરવાલા અહીંસાધામ સંકુલ''  પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે.

"પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા" સંમેલનનું સૂત્ર સંચાલન શ્રી અમૃત નિસર (લેખક, સંચાલક, કવિ, આધોઈ) વાળા કરશે.

બે દિવસીય મેગા સંમેલન કાર્યક્રમના સૌજન્યદાતા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ, વિલેપાર્લા- ટોડા), શ્રીમતી રીટાબેન હરેશભાઈ વોરા (ભાનુ પ્રોપર્ટીઝ, બોરીવલી - ગેલડા), શ્રીમતી દિપ્તીબેન રૂપેશભાઈ સંગોઈ (ઝીલ ઈન્ફોટેક, કાંદિવલી - કપાયા) તથા એક  સદગૃહસ્થ રહેશે.

"પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા" સંમેલનના પ્રથમ દિવસ શનિવારે તા.10-01-2026 , સવારે 9-30 કલાકે અહિંસાધામ સંકુલમાં  શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો,  ડૉ. સુરદાસ પ્રભુ (પ્રમુખ ઇસ્કોન ઇન્ડિયા, મુંબઈ)ના સંતોના આશીર્વચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સમારંભ પ્રમુખ પ્રેમજીભાઈ રવજી પિંડોરિયા (આફ્રિકા) વાળા રહેશે. પ.પૂ.શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી (મોટા ભાડિયા) વૃક્ષના વિષય પર તથા એડ. શ્રી અનુપચંદ્ર જૈન (વડોદરા) જીવદયા વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડ. હિતેષભાઈ જૈન ( VHP-Surat), નરશીભાઈ મહાદેવાભાઈ દુબરીયા (સ્કાય કોમ્પ્યુટર, અંધેરી-ભચાઉ), મયંકભાઈ ઠકકર (M.D.OF LYM TECHNOLOGY PVT. LTD. , મુંબઈ) સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

શનિવારે બપોરે 03-૦૦ કલાકે નંદી સરોવર પાણી, ઘાસના કાર્યનું નિરિક્ષણ અને પશુ-૫ક્ષી પર્યાવરણ નિહાળવા મંગલ ફેરી કરવામાં આવશે. આ સમારંભ પ્રમુખ અનિલભાઈ શશીકાંત જૈન (દિગંબર સમાજ ,વિલેપાર્લા) તથા વકતા  ડૉ. ભૂમિકા જૈમીન દોશી (CSR PROFESSIONAL & ASSISTANT PROFESSOR,માંડવી) પોતાનું વક્તવ્ય આપશે.