સુંવાલી ગામ ખાતે સુંવાલી બીચ ફેસ્ટીવલ યોજાશે, બીઆરટીએસ બસ અને સિટીબસની સુવિધા ઉપલબ્ધ કરાશે
festival in suvali
જૈનશિલ્પ સમાચાર, સુરત
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને બી.આર.ટી.એસ. બસ તેમજ સીટીબસની સુવિધા પુરી પાડવામાં આવશે, ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ સુંવાલી ગામ ખાતે આગામી સુંવાલી બીચ ફેસ્ટીવલ-૨૦૨૫ નું તા.૦૯/૦૧/૨૦૨૬ થી તા.૧૧/૦૧/૨૦૨૬ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. સદરહું સુંવાલી બીચ ફેસ્ટીવલનો વધુ લોકો લાભ લેનાર હોય સુંવાલી બીચ પર આવન-જાવનમાં લોકોને સરળતા રહે તે માટે ચાર્ટમાં રૂટ અંગેની વધુ માહિતી ઉપલબ્ધ કરાઈ છે. આ રૂટ પર તા.૦૯/૦૧/૨૦૨૬ થી તા.૧૧/૦૧/૨૦૨૬ દરમિયાન બસના નવા રૂટ શરુ કરવામાં આવનાર છે. સદર સ્પેશીયલ બસ સર્વિસનો લાભ લેવા મુસાફરોએ રૂ.૩૦/- ની સુમન પ્રવાસ ટીકીટ લઈને મુસાફરી કરવાની રહેશે. આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા શહેરીજનોને નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.


