હરિયાણામાં ચોરીનું વાહન વેચવા જતી ગેંગના બે જણાં 6 લાખના વાહન સાથે ઝડપાયા

jainshilp samachar

હરિયાણામાં ચોરીનું વાહન વેચવા જતી ગેંગના બે જણાં 6 લાખના વાહન સાથે ઝડપાયા

સુરત - હરિયાણાના મેવાત ખાતે ચોરીની બાઇક વેચાણ કરવાના ઈરાદે શહેરમાં લોકોની અવરજવર ઓછી હોય તેવા વિસ્તારોમાં કારમાં રેકી કરી ટુ વ્હીલરની ચોરી કરતી ગેંગના 2 સાગરિતોને ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે બે સાગરિતો ફરાર છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ગેંગે 2 બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ઉપરાંત આરોપી નાજીમ ઉર્ફે બાબા મોબાઇલ સ્નેચીંગના ગુનામાં નાસતો ફરતો હતો. 
વધુમાં પોલીસે જણાવ્યું કે, આ ગેંગમાં બાદશાહ પટેલ કારમાં તેના 3 સાગરિતો સાથે નીકળતો ને રસ્તામાં જ્યાં બાઇકો પાર્ક કરી હોય અને લોકોની અવરજવર ન હોય તેની આસપાસ તેના સાગરિતોને ઉતારી દેતો પછી તે સાગરિતો બાઇકની ચોરી કરી બાદમાં કૈયુમની મદદથી હરિયાણાના મે‌વાત ખાતે મોકલી આપવાની ફિરાકમાં હતા. ત્યારે ક્રાઇમબ્રાંચે 2 બાઇકોની ચોરી જ્યાંથી થઈ ત્યાં રિવર્સ સીસીટીવી કેમેરો ચેક કરતાં એક કાર શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા ચોરીનો ભેદ ઉકલ્યો હતો. 

હાલમાં ડીસીબીની ટીમે લસકાણા ગામેથી આરોપી બાદશાહ રાજાસાહબ પટેલ અને નાજીમ ઉર્ફે બાબા મીનાજ શેખને ઝડપી લઈ 5.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.