સુરત પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને  મંજૂરી આપી, 500 ચાર્જર સ્ટેશન ઉભા કરાશે

jainshilp samachar - jayanti solanki

સુરત - સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ઘણા અગત્યના નિર્ણય આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી આપી હતી. સાથે જ પશ્ચિમ ઝોન વિસ્તાર જે સુરત મહાનગરપાલિકાની હદમાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકીનો એક છે ત્યાં આઉટર રિંગરોડ માટે નિર્ણય લેવાયો છે. સારોલી બ્રિજ તરફથી આવતા વરીયાવ બ્રિજ સુધીનો રસ્તો નવ મીટર પહોળો અને 4.85 કિમી લાંબો આઉટર રિંગરોડ બનાવાશે. આ રસ્તો પહેલા ડામરનો ઉપયોગ કરીને બનાવવાનો વિચાર મનપા દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આજે યોજાયેલી બેઠકમાં તેને સિમેન્ટનો બનાવવાનો નિર્ણય લેવાયો છે. સુરત મનપા દ્વારા જે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલીસી હતી. તેને આજે સ્થાયી સમિતિમાં લીલી ઝંડી મળી ગઈ છે. મનપાના પોતાની માલિકીના 50 જેટલા ઈલેક્ટ્રીક ચાર્જર સેન્ટર શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય ઈલેક્ટ્રીક ચાર્જર સેન્ટ્રર લોક ભાગીદારી કરીને 500 જેટલા ઉભા કરવામાં આવશે. જેથી કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે વધુમાં વધુ સુવિધાઓ ઊભી કરી શકાય. આ પોલિસી અંતર્ગત શહેરમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.