શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ પ્રસંગે શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુદત્તાત્રેય ગૌશાળામાં નવબૌધ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક તરફથી ખીચડીદાન 

jainshilpsamachar

જૈનશિલ્પ સમાચાર, સુરત
અમરોલી-કોસાડ આવાસ ખાતે આવેલા નવબૌધ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રતનભાઈ આર. નિકુમ તરફથી ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૨ને શનિવારના રોજ મહારાજ છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ પ્રસંગે શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વારા સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌશાળામાં ખિચડીદાન કાર્યક્રમ રખાયો હતો. આ અવસરે કતારગામ જીઆઈડીસી પાછળ આવેલી આ ગૌશાળાના સંચાલક જયંતિ એમ. સોલંકીએ રતનભાઈ આર.નિકુમનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે જેથી આજના દિવસે રતનભાઈએ તેમની યાદગીરીના ભાગરૂપ આ કાર્યક્રમ આયોજિત કર્યો જે આનંદદાયક બાબત છે. રતનભાઈ આર.નિકુમે જણાવ્યું હતું કે અન્નદાનથી વધીને કોઈ દાન નથી. પ્રાણી માત્ર પર દયા રાખવી તે જ મુખ્ય ધર્મ છે. અન્નદાન કરવું તે સર્વશ્રેષ્ઠ ધર્મ છે. ભગવાન બુધ્ધે પણ જીવમાત્ર પર દયા, કરુણા અને પ્રેમનો સંદેશ આપ્યો છે અને તેમના આ માર્ગ પર ચાલવું જ સર્વશ્રેષ્ઠ છે. દુઃખજનક બાબત એ છે કે ભગવાન બુધ્ધ ભારત દેશમાં થઈ ગયા હોવા છતાંય ભારતમાં તેને જેટલા નથી માનતા તેના કરતા વિશ્વના અન્ય દેશો સૌથી વધુ માને છે.