ભાગળના શ્રી મહાલક્ષ્મી યુથ કલબ દ્વારા નવરાત્રિની રંગેચંગે ઉજવણી

jainshilp samachar

ભાગળના શ્રી મહાલક્ષ્મી યુથ કલબ દ્વારા નવરાત્રિની રંગેચંગે ઉજવણી

સુરત : ભાગળના શ્રી મહાલક્ષ્મી યુથ કલબ દ્વારા નાની અંબાજી મંદિર રોડ ભાગળ પર મા આદ્યશક્તિની ભક્તિ સાથે નવરાત્રિના નવ દિવસ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. અષ્ટમીના દિવસે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરીયલના મગન કાકાની હાજરીમાં ગરબા રમાયા હતા. સાથોસાથ ૧૦૮ દિવાની આરતીના દર્શન કરવા ભક્તજનો ઉમટી પડ્યા હતા. સુરતના ઘણા વિસ્તારોમાંથી આ ગરબીમાં મહિલાઓ ગરબા રમવા આવે છે.