ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાની જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ
Iqbal Kadiwala
વિશ્વ માનસિક દિવસના અવસરે માનસિક દર્દીઓ તથા હાડકાના દર્દીઓને ઘારી અને ભુસુ આપીને દર્દીનારાયણની સેવાના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી
સુરત ઃ સેવાકીય પ્રવૃત્તિ થકી જનસેવા એ જ પ્રભુ સેવાની ભારતીય સંસ્કૃતિની ઉમદા ભાવનાને સાકારિત કરવા માટે ગુજરાત નર્સિગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલાએ પોતાના જન્મ દિવસની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નર્સિગ સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓને અંગદાન મહાદાનના શપથ લેવડાવ્યા હતા. આજે ‘ચાંદની પડવા’ના શુભદિને તથા ‘વિશ્વ મેન્ટલ દિવસ’ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં માનસિંક વોર્ડ તથા હાકડાના વોર્ડમાં દાખલ દર્દીઓને શ્રી કડીવાલાના હસ્તે ઘારી તથા સુરતી ભુસુ આપીને દર્દીઓની સાથે જન્મદિવસની સેવાપરાયણતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આમ વિશ્વ માનસીક આરોગ્ય દિવસ નિમિત્તે સૌનું આરોગ્ય અને સ્વાથ્ય્ય જળવાઈ રહે તે માટે દર્દીનારાયણને યાદ કરી એક અનોખું ઉદાહરણ પુરૂ પાડયું હતું. નોંધનીય છે કે, શ્રી કડીવાલા સુરત શહેરમાં પ્લેગ, પુર જેવી કુદરતી અને માનવસર્જીત આફતોના સમયે હંમેશા આગળ રહીને પ્રશંસનીય સેવા કરી છે જે બદલ ૨૦૧૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ તથા પ્રશસ્તિપત્ર પણ એનાયત થયેલ છે. આ પ્રસંગે નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિગ એસોસિયેશનના સેક્રેટરી કિરણ દોમડીયા, નર્સિગના નિલેશ લાઠીયા, અશ્વિન પંડયા, વિરેન પટેલ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.