અલગ-અલગ મંડળો તરફથી પેન્શનરોના 18 પ્રશ્નોની માંગણી કરતું આવેદનપત્ર 

જૈનશિલ્પ સમાચાર, હરીપ્રસાદ રાવલ દ્વારા

ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના કાર્યાલય ગાંધીનગર ગુજરાત રાજયને સંબોધીને મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, વિરપુર, બાલાસિનોર, સંતરામપુર, કડાણા તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળોએ પોતાના લેટરપેડ પર પેન્શનરોના 18 પ્રશ્નોની માંગણી કરતું આવેદનપત્ર આજ રોજ 18મી એપ્રિલ, 2022ના સોમવારે જુદા જુદા તાલુકાના મામલતદાર અને જિલ્લા કલેક્ટર મહીસાગરને આવેદન પત્ર પાઠવ્યું છે. તેમાં જણાવાયું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે અને જો માંગણી નહિ સંતોષાય તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની  ફરજ પડશે અને તે અંગેની તમામ જવાબદારી સરકારની રહેશે. જે અંગેની વિગતે રજૂઆત કરી જે, તે મંડળ દ્વારા આવેદનપત્ર અપાયા હતાં.  જેમાં ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન વડોદરા/ ગાંધીનગરના પૂર્વ પ્રમુખ અને મહીસાગર જિલ્લાના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ મણિલાલ જી. સુથાર તથા જિલ્લા મહામંત્રી નવીનભાઇ ઠાકર તથા લુણાવાડા-ખાનપુર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના પૂર્વ મંત્રી અને હાલના સલાહકાર તથા જિલ્લા મંત્રી હરિપ્રસાદ એન. રાવલ તથા પ્રમુખ રમણભાઈ પટેલ  લુણાવાડા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ તથા મંત્રી ભીખાભાઈ પટેલ તથા મંત્રી અને ખજાનચી કેશુભાઈ કે. પંચાલ તથા મનહરલાલ પંચાલ તથા પુનમચંદ પટેલ તથા તમામ તાલુકાના કારોબારી સભ્યઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

વિશેષ - વિડિયો માટે અહીં ક્લિક કરો -  https://www.youtube.com/watch?v=R-outFiVEXA