સુર્યપુત્રી તાપી મૈયાને ૮૫૧ મીટરની ચુંદડી ઓઢાડાઇ
tapi-river-07-07-2022
કથાકાર પ્રફુલભાઇ શુક્લના હસ્તે આજે તાપી મૈયાને ૮૫૧ મીટરની ચુંદડી ઓઢાડવામાં આવી હતી. કમલેશભાઈ સેલરે કથાકાર પ્રફુલભાઇ શુક્લની કોટિયાકનગરમાં ચાલી રહેલી ૮૨૫મી શ્રી રામ કથાને લઈને આજે ૮૫૧ મીટર લાંબી ચુંદડી કુરુક્ષેત્રના સૂર્યઘાટ પર ચઢાવાઈ હતી. આ અવસરે સંતરામ બાપુ, હંસમુનિ બાપુ, કૃણાલભાઈ શાસ્ત્રી, કોર્પોરેટર કૃણાલભાઈ સેલર સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. કથાકાર પ્રફુલ શુક્લએ કહ્યું કે ગંગા સ્નાન આપણને પાવન કરે છે. યમુના આચમન પાવન કરે છે, નર્મદા દર્શનથી પાવન થવાય છે, જ્યારે તાપી નદીના માત્ર સ્મરણથી પાવન થઈ શકાય છે. કચરો નાખીને તાપીને પ્રદૂષિત જો આપણે નહીં કરીશું તો તે તાપી માતાની પૂજા જ કરેલી ગણાશે.