જે.આર. મિલમાં બૉયલરમાં આગ લાગી

Boiler fire in surat

જે.આર. મિલમાં બૉયલરમાં આગ લાગી

સુરત ઃ પાંડેસરા ખાતે આવેલી એક મિલમાં આગ લાગવાથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. 

ફાયર બ્રિગેડ મુજબ પાંડેસરા જીઆઈડીસીમાં જે. આર. સિન્થેટિક મિલમાં ગુરુવારે બોયલરમાં ઓઇલ લીકેજ થતાં આગ લાગી હતી. જેના લીધે આગને પગલે ત્યાં કામ કરતા કારીગરો બહાર દોડી આવ્યા હતા બાદમાં  ત્યાં આજુબાજુના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કારીગરોએ આગને જાતે જ કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ભેસ્તાન, માનદરવાજા અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડી અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પાણીનો છંટકાવ કરી થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો.