સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારો માટે મોરારીબાપુએ 25 લાખની સહાય કરી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત લોકોની જાતમાહિતી મેળવવા કરેલી મુલાકાતની જાણ મોરારીબાપુને થતાં તેમણે તેઓએ વ્યાસપીઠના સહયોગ દાયિત્વરૂપે રૂપિયા 25 લાખનું દાન રાહતનિધિમાં આપ્યું. જૂનાગઢ, જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદે વેરેલા વિનાશના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તો માટે જાણીતા કથાકાર મોરારીબાપુએ ગુજરાતના મુખ્ય પ્રધાન રાહતનિધિમાં 25 લાખ રૂપિયા અર્પણ કર્યા. અત્યારે મોરારીબાપુની રામકથા દાર્જીલિંગમાં ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત લોકોની જાતમાહિતી મેળવવા કરેલી મુલાકાતની જાણ મોરારીબાપુને થઈ હતી. તેઓએ વ્યાસપીઠના સહયોગ દાયિત્વરૂપે રૂપિયા પચીસ લાખનું દાન રાહતનિધિમાં આપ્યું.