વરાછામાં કિશોરી પર દુષ્કર્મ કરનારો ઝડપાયો 

varachaa-surat-250

વરાછામાં રહેતી કિશોરીને સોસાયટીમાં જ રહેતો યુવક પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સીતાનગર પાસે રૂમમાં રાખી શરીર સબંધ બાંધ્યો હતો. બીજા દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસ ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી તેની સામે બળાત્કાર સાથે ઍટ્રોસિટી ઍક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો હતો. વરાછા પોલીસ સૂત્રો મુજબ વરાછામાં અર્ચના સ્કૂલ પાસે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ઇસરાજ ઉર્ફે કરણ મોહમ્મદ જલીલ ખાને ઘરની પાસે રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપી ગત તારીખ 19ના રોજ ભગાડી ગયો હતો. ઈસરાજે કિશોરીને ભગાડી સીતાનગરમાં ભાડેથી રૂમ રાખી લઇ ગયો હતો. કિશોરીના પિતાએ વરાછા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જેમાં કિશોરીના પિતાએ ઈસરાજ નામના ઈસમ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા આ યુવક જ તેણીને લઈ ગયો હોવાનું સીસીટીવીમાં જણાયું હતું. બીજા દિવસે ઈસરાજ ઘરે આવતાની સાથે જ વરાછા પીઆઇ એ.એન. ગાબાણીની ટીમે ઝડપી લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.