યોગીચોકમાં ડી-માર્ટમાંથી ઘીના પેકેટ ચોરનારા યુવાન પકડાયા
jainshilp samachar
સુરત ઃ શહેરના સરથાણા યોગીચોક ખાતે આવેલા ડી માર્ટમાં ખરીદીના બહાના હેઠળ કર્મચારીઓની નજર ચૂકવીને રૂ.2120ની કિંમતના ઘીના પાંચ પેકેટ ચોરનારા બે યુવાનોને સ્ટોરના સંચાલકોએ ઝડપીને પોલીસને સોંપ્યા હતા.
પોલીસ સૂત્રો અનુસાર સુરતના સરથાણા યોગીચોક સાવલીયા સર્કલ પાસે આવેલા ડી માર્ટમાં બે યુવાનો ખરીદી કરવાના ઈરાદે આવ્યા હતા. દરમિયાન બંને યુવાનો કર્મચારીની નજર ચૂકવી રૂ.2120 ની કિંમતના ઘી ના પાંચ પેકેટની ચોરી કરી હતી. તેઓ બહાર નીકળે તે પહેલા સ્ટોરના સંચાલકોને આ અંગેની જાણકારી મળતાં બંનેને ઝડપીને પોલીસને સોંપી દીધા હતા. પોલીસ તપાસમાં બંનેય કામરેજ ખાતે દાદા ભગવાન મંદિર પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી એકનું નામ શૈલેષભાઇ અને બીજાનું નામ અશ્વિનભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે સરથાણા પોલીસે સ્ટોર મેનેજર રાહુલકુમારની ફરિયાદના આધારે બંનેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.