ખજૂરાવાડી વિસ્તારના લોકો માથાભારે બિલ્ડરોના ત્રાસથી કમિશનર કચેરીએ પહોંચ્યા રહીશો

jainshilp samachar

ખજૂરાવાડી વિસ્તારમાં એક સમય એવો હતો જ્યારે બિલ્ડરોની હાલત કફોડી હતી પરંતુ અચાનક રાતોરાત માલેતુજાર બની ગયા બાદ તેમણે ખજૂરાવાડી વિસ્તારમાં રહેનારી પ્રજાને જ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 
કહેવાતા બિલ્ડરો ટૂંકા સમયગાળામાં જ માલેતુજાર બની ગયા હોવાનો આક્ષેપ અહીં રહેનારી પ્રજાએ કર્યો છે. આ અંગે અનેક વખત પોલીસ મથકોમાં રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી પણ તેમ છતાંય પી.આઈ. કે કોઈ પોલીસ અધિકારી આ બાબતે ધ્યાન નહીં આપતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. પ્રજાજનોનો આક્ષેપ છે કે પી.આઈ. કે અન્ય અધિકારીઓ પણ આ માથાભારે બિલ્ડરની પીઠ થપથપાવ્યા કરે છે જેના કારણે પ્રજાજનોને આખરે કમિશનર કચેરીએ પોતાના બાળ બચ્ચાઓ સાથે રજૂઆત કરવા આક્રોશ ઠાલવ્યો હતો. પ્રજાજનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આવા પોલીસ અધિકારીઓની તાત્કાલિક ધોરણે બદલી કરી નાંખવી જોઈએ. હવે આવનારા સમયમાં પોલીસ કમિશનર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.