વૃક્ષ છે તો જીવન છે

Save tree save environment

શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રોપાઓ અને વૃક્ષોની કલમ ઉગાડીને અનેક વિસ્તારોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. વૃક્ષો ઉગાડવા તે એક માત્ર ઉપાય છે પૃથ્વી બચાવવાનો. આજ કાલ વાતાવરણમાંથી ઓક્સિજનનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે ત્યારે વૃક્ષો ઉગાડવા અતિ જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના રામભાઈ રણછોડભાઈ લુખીએ કરી છે. આ ટ્રસ્ટ દ્વારા વૃક્ષના રોપાઓની માવજત કરવામાં આવે છે અને જેઓ વૃક્ષ ઉગાડવા માંગતા હોય તે લોકોને રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં કાર્યરત અલ્પેશભાઈ સવાણીની મુલાકાત જૈનશિલ્પ સમાચાર ચેનલની ટીમે લીધી ત્યારે તેમણે વૃક્ષો ઉગાડવા કેટલા જરૂરી છે અને તેનું મૂલ્ય કેટલું છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી જે લોકોપયોગી સાબિત થશે.