કોહલીની ખરા અર્થમાં વિરાટ બેટિંગ, પાકિસ્તાનને હરાવી જીતનું લક્ષ્યાંક કર્યું પૂર્ણ

cricket-kohli jeet

કોહલીની ખરા અર્થમાં વિરાટ બેટિંગ, પાકિસ્તાનને હરાવી જીતનું લક્ષ્યાંક કર્યું પૂર્ણ

મેલબોર્ન ઃ  ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે લોકોની નજરમાં એ હોય છે કે આ મેચમાં કોણ જીતશે. આ વખતની મેચમાં ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં 4 વિકેટે હરાવી દઈ દિવાળીની ઉજવણીમાં વધારો કર્યો છે. રવિચંદ્ર અશ્વિને છેલ્લા બોલ પર એક રન બનાવીને ભારતને જીત અપાવી છે.
પાકિસ્તાને ભારતને જીત મેળવવા માટે 160 રન બનાવવાનું લક્ષ્યાંક આપ્યું હતું. વિરાટ કોહલીની કમાલની ઇનિંગ્સના દમ પર ટીમ ઇન્ડિયાએ આ મેદાનમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે.
પાકિસ્તાન સામે ભારતે જીત માટે 160 રન બનાવવાનું લક્ષ્યાંક આપ્યા બાદ કોહલીની ટીમે સુઝબૂઝથી કાર્ય કરતા ભારતીય ટીમે જીત મેળવી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 82 રનની ઇનિંગ રમીને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યાએ આ મેચમાં 40 રન બનાવ્યા હતા.
ભારતની આ જીતનો હીરો જો કોઈ ખરા અર્થમાં હોય તો તે છે વિરાટ કોહલી. કિંગ કોહલીએ ફક્ત 53 બોલમાં અણનમ 82 રન ફટકારી દઈ ટીમ ઇન્ડિયાની નૈયા પાર કરાવી દીધી હતી. એક સમયે આ બાજીમાં ટીમ ઇન્ડિયાની હાર થશે કે જીત થશે તે બાબતે ક્રિકેટપ્રેમીઓમાં ભારે હલચલ મચી હતી ત્યારે કોહલીએ ખરેખર વિરાટ સ્કોર કરીને પોતાની કેપ્ટનશિપના દર્શન કરાવ્યા હતા.
આ મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે છેલ્લા બોલમાં ટાર્ગેટનો પીછો કરીને 161 રન બનાવીને જીત પ્રાપ્ત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સામે મેચ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. દિવાળીનો તહેવાર ચાલતો હોઈ દેશવાસીઓએ ટીમ ઈન્ડિયાની જીત થવાથી ફટાકડા ફોડીને આનંદમાં વધારો કર્યો હતો.