ગાંધીધામ તાલુકા ની શ્રી.નવજીવન પંચાયતની પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

GANDHIDHAM DWAJVANDAN

ગાંધીધામ તાલુકા ની શ્રી.નવજીવન પંચાયતની પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

શ્રી નવજીવન પંચાયતી રાજ પ્રાથમિક શાળા ના એસ. એમ. સી અધ્યક્ષ શ્રીમતી સોનબાઈ કોચરા તથા પૂનમ સોસાયટીના પ્રમુખ શ્રી નિતેશ ભાઇ લાલણ તથા સામાજિક અગ્રણી શ્રી હરેશભાઈ ભરાડીયા તથા આતુભાઈગુણવંતભાઈ તથા વાલીગણ અને માતાઓ બહેનો તથા બાળકો વગેરે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી તથા ધ્વજ વંદન તથા રંગારંગ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમમાં સૌ પ્રથમ શાળાના બાળકો દ્વારા સોસાયટી અને ગલીઓમાં થઈ ભારત માતાકી જય ,વંદે માતરમ ,જય જવાન જય કિસાન, ના નારા સાથે રેલી કાઢવામાં આવી. ત્યારબાદ અતિથિ વિશેષ તથા વાલીગણ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ધ્વજ વંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ માં દેશભક્તિ ગીત પિરામિડ, એક પાત્ર અભિનય ,સ્વતંત્રતા દિવસ અને આધારિત વક્તવ્ય બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યાં કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત વાલીઓ દ્વારા આજના દિવસ વિશે સ્વતંત્રતા ને લગતી વિશેષ વાતો બાળકોને કરી અને સાથે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો કાર્યક્રમના અંતમાં બાળકોને ચોકલેટ બિસ્કીટ અને સમોસાનો અલ્પાહાર આપી આજનો સ્વતંત્રતા દિવસ ઉજવાયો.
 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી રોહિતભાઈ ચૌધરી, આલજી ભાઈ સોલંકી, હેમંતભાઈ જોશી મીનાક્ષી બેન મેઘાણી વિધિબેન પટેલ રાઘવ ભાઈ ચૌહાણ રાવજીભાઈ ચાવડા દ્વારા સુંદર આયોજન અને સાથ સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સ્ટાફને શાળાના આચાર્ય વતી આ સરસ સફળ કાર્યક્રમ કરવા બદલ સ્ટાફ ના શિક્ષકો તથા બાળકોને બિરદાવ્યા હતા ઉપસ્થિત વિસ્તારોના વાલીઓ તથા સામાજિક અગ્રણીઓએ પણ બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે શાબ્દિક અભિનંદન પણ આપ્યા હતા અને શાળાને લગતી કોઈપણ બાળકોને લગતી પણ કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે કહેશો ત્યારે ઉપસ્થિત રહીશું તેવું તેમણે આજના દિવસે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમની રૂપરેખા 
શાળાના શિક્ષક શિક્ષિકા રાવજીભાઈ ચાવડા વિધિબેન પટેલ તથા મીનાક્ષીબેન મેઘાણીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનો સંચાલન હેમંતભાઈ જોશી એ કર્યું હતું તથા આભાર વિધિ મીનાક્ષીબેન મેઘાણીએ કરી હતી તથા ફોટોગ્રાફી વિડીયો ગ્રાફી અને સહાયક તરીકે ની જવાબદારી રાઘવ ભાઈ ચૌહાણ એ કરી હતી આવી રીતે આજના દિવસે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ધામધૂમથી શાળામાં ઉજવવામાં આવ્યો હતો.