લોકો પાયાની સમસ્યાઓ માટે આગળ આવે ઃ પી.એલ.સોલંકી, મહા ગુજરાત બૌદ્ધ સંઘે કરી રજૂઆત

bodidharman-ahmedabad

લોકો પાયાની સમસ્યાઓ માટે આગળ આવે ઃ પી.એલ.સોલંકી, મહા ગુજરાત બૌદ્ધ સંઘે કરી રજૂઆત

ધર્માંતરણ કરીને બૌદ્ધ બનનારા વ્યક્તિઓને અમદાવાદ સમાજ કલ્યાણ કચેરી તરફથી ધાર્મિક લઘુમતીના પ્રમાણપત્ર મળવાનું શરૂ કરાયું છે. પરંતુ 2023થી હવે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અસલ પ્રમાણપત્ર ઉપર નોંધ લખાતી નથી. ધર્માંતરણ અંગેનું પ્રમાણપત્ર અપાય છે પરંતુ રાજ્ય સરકારની અન્ય કોઈપણ યોજનાઓનો લાભ તેમજ સહાય મળવાપાત્ર નથી. જે સંદર્ભે મહા ગુજરાત બૌદ્ધ સંઘે રજૂઆત કરી હતી. મહા ગુજરાત બૌદ્ધ સંઘના સંચાલક સિંહલ બોધિધર્મન, સિંહલ અમરીશ, ઝેન દિનકર, સૌય મનોજ,  ગુણવંત સોલંકી તેમજ ઈંગ્લે સુદેશ દ્વારા નિયામક, વિકસતી જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ હતી. દરમિયાન નિયામક  પી. એલ. સોલંકીએ રજૂઆત શાંતિપૂર્વક સાંભળી યોગ્ય કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારનું સમાજ સેવાનું કાર્ય થઈ રહ્યું છે જે આવકાર્ય છે અને ગર્વ લેવાની બાબત છે. જો અવાર-નવાર અગત્યની તેમજ ગંભીર રજૂઆતો કરવામાં આવે તો ગરીબ સમાજનો ઉદ્ધાર થઈ શકે.