સુરત ખાતે આયોજિત અલોહાની 18મી સ્ટેટ લેવલની અંકગણિત સ્પર્ધામાં 3000થી વધુ વિદ્યાર્થીઓ લીધો ભાગ

Bettle of brain

સુરત ખાતે આયોજિત અલોહાની 18મી સ્ટેટ લેવલની અંકગણિત સ્પર્ધામાં 3000થી વધુ વિદ્યાર્થીઓ લીધો ભાગ

સુરત :- અલોહા દ્વારા પ્લેટિનમ હોલ, સરસાણા ખાતે શનિવારે અને રવિવારે બેટલ ઓફ બ્રેઈન અંતર્ગત 18મી સ્ટેટ લેવલની અંકગણિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત  સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ શહેર સહીત ગુજરાત રાજ્ય માંથી 4 થી 14 વર્ષના 3000થી વધુ વિદ્યાર્થીઓ  સ્પર્ધામાં ભાગ લેવા આવી રહ્યા છે. જેમાં આજે સુરતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જયારે આવતી કાલે રવિવારે સમગ્ર રાજ્યમાંથી આવેલ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. સપર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરી માં દાખલાઓ તથા પ્રશ્નોની સંખ્યા ૭૦ થી લઈને 120 રહેશે જે સોલ્વ કરવા માટે વિદ્યાર્થીઓને માત્ર 6 મિનિટનો જ સમય રહેશે, આ સમયમાં પેપર સોલ્વ કરનાર વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરવામાં આવશે, સ્પર્ધાનું વિજેતા વિદ્યાર્થીઓની નામ ની જાહેરાત બીજા દિવસે સાંજે 5 વાગ્યા પછી  સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં આયોજિત એવોર્ડ ફંક્શનમાં કરવામાં આવશે.