સમસ્ત મહાજન દ્વારા ‘કુંડલિકા સીના’ નદીને ફરી વહેતી કરવા જાલના, મહારાષ્ટ્ર ખાતે ‘’સંવાદ  યાત્રા’’નું આયોજન

samvad yatra maharashtra

સમસ્ત મહાજન દ્વારા ‘કુંડલિકા સીના’ નદીને ફરી વહેતી કરવા જાલના, મહારાષ્ટ્ર ખાતે ‘’સંવાદ  યાત્રા’’નું આયોજન

વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા 'સમસ્ત મહાજન' ના મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્વારા અનેકવિધ સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. સમસ્ત મહાજન દ્વારા છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની જાલના ખાતે આવેલી ‘કુંડલિકા સીના’ નદી જે ખુબ જ ખરાબ થઇ ગઈ છે અને જેની હાલત નદીને બદલે નાળા સમાન થઇ ગઈ છે. તેની સફાઈનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. 20 કિલોમીટરની આ નદીને સ્વચ્છ કરવાનાં કામમાં હજુ 15 કિલોમીટર નદીને સ્વચ્છ કરવાનું કાર્ય બાકી છે એ માટે લોકોને જાગૃત કરવા “સંવાદ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જાલના મહારાષ્ટ્રમાં મહાત્મા ગાંધીનાં પુતળાથી શરુ કરીને, ચમન કુંડલિકા નદી(મંમાદેવી) પુલ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ચોક, ભગવાન મહાવીર ચોક, જિંદલ માર્કેટ, હુતાત્મા જનાર્દન મામા ચોક, સ્વાતંત્ર્ય વીર સાવરકર ચોક, હુતાત્મા શ્રદ્ધાનંદ ચોક, પંડિત નેહરૂ રોડ કાદરાબાદ, મુર્તિવેસ થઈને છત્રપતિ શિવાજી મહારાજ પુતળા સુધી જશે. આ સંવાદ યાત્રા 15 એપ્રિલે શનિવારનાં રોજ સાંજે 5 વાગ્યાથી શરુ કરવામાં આવશે. સૌ ને આ યાત્રામાં સહભાગી થવા સમસ્ત મહાજનના ટ્રસ્ટી નુતનબેન દેસાઈ અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફનાં સદસ્ય ગિરીશભાઇ શાહે (મો. 98200 20976) જણાવ્યું છે.