વેડ રોડ પર ધૂમ મચાવે છે મોહબ્બત નાનખટાઈ

Jainshilp Samachar

વેડ રોડ પર ધૂમ મચાવે છે મોહબ્બત નાનખટાઈ

જૈનશિલ્પ સમાચાર 
સુરત
શહેરભરમાં દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કાપડથી લઈને નવી-નવી ચીજો ખરીદીને લોકો ઉત્સાહિત નજર આવી રહ્યા છે. વેડ રોડ સ્થિત વાળીનાથ ચોક, સરદાર હોસ્પિટલની સામે મોહબ્બત ખપે નાનખટાઈ તથા નમકીનની ખરીદદારી કરવા માટે લોકોની લાંબીલાઈન જોવા મળી રહી છે. નીન્ગાડા ગામના રહીશ સાકીર મેમણ દ્વારા લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ નાનખટાઈ તથા નમકીનની વિવિધ વેરાઈટી વેચવા માટે મુકી છે. સાકીર મેમણની સાથે સુરતના સમાજસેવી યુવા તથા કોષ્ટી સમાજના અગ્રણી કિશોર કોષ્ટી દ્વારા મુકાયેલી આ વિવિધ પ્રકારની નાનખટાઈ તથા નમકીન ખરીદવાનો એકમાત્ર સ્ટોલ છે.